• નવા વર્ષમાં નવા ક્ષત્રની શરૂઆત તા. ૦૧-૦૭-૨૦૧૪ ના રોજ કરવામાં આવી જેમાં કોલેજના શૈક્ષણિક વર્ગો શરૂ થયા.
  • કોલેજમાં વર્ષ ૨૦૧૪-૧૫ની શરૂઆત શૈક્ષણિક તથા વિવિધ સાંસ્કૃતિક અને સામાજીક પ્રવૃતિઓના આયોજન સાથે ઉત્સાહભેર થઈ, જેમાં વિદ્યાર્થીઓમાં રહેલી છુપી કલા તથા કૌશલ્યને બહાર આવે તે હેતુથી કોલેજમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું.
  • જુલાઈ મહિનાની શરૂઆતમાં તા. ૨૨-૦૭-૨૦૧૪ના રોજ "મહેંદી સ્પર્ધા"નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
  • વિદ્યાર્થીઓમાં રહેલ કેશગૂંફનની કળા ને ઉજાગર કરવા કોલેજમાં તા. ૨૪-૦૭-૨૦૧૪ના રોજ 'કેશગૂંફનની સ્પર્ધા' રાખવામાં આવી હતી.
  • તા. ૨૬-૦૭-૨૦૧૪ના રોજ રંગબેરંગી ગ્રીટીંગ કાર્ડ બનાવવાની આવડતને વેગ આપવા 'ઈદ કાર્ડ સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું હતું.
  • તા. ૦૧-૦૮-૨૦૧૪ થી ૧૪-૦૮-૨૦૧૪ દરમિયાન પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ દ્વારા 'સુરક્ષા સેતુ' કાર્યક્રમ ચલાવવામાં આવ્યો હતો. જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ સ્વરક્ષણ માટે તાલીમ આપવામાં આવી હતી.
  • ઓગષ્ટ મહિનામાં વરસાદનું સ્વાગત કરવા માટે કોલેજમાં 'વર્ષાગીત સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું હતું.